આજે સારાયે સંસારમા જૂઠ, ફરેબી, લોભ, લાલચ અને અસત્યની બોલબાલા છે. ચારેતરફ હિંસા મોતનું તાડવ ખેલી રહી છે. અધર્મીએ ચોતરફથી દુનિયાનો ભરડો લીધો છે. લોકોને સગા-સંબંધીઓ માટે પણ સમય નથી.
પહેલાના જમાનામાં જાનને મહિનો મહિનો રોકતા અને મહેમાનગતિ કરતા તે પછી પંદર દિવસ રોકતા થયા. તે પછી અઠવાડીયુ રોકતા થયા તે પછી ત્રણ દિવસ જાન અને જાનૈયાઓને રોકતા. તે પછી રાતના લગ્ન લેવાતા એટલે રાત્રે જાન રોકાતી અને બીજે દિવસે વળાવતા. હવે સવારે જાન આવે અને સાંજે વળાવી દે છે. તેમાંયે જાનૈયાઓ પરાણનું થતું હોય તેમ જાનમાં આવ્યા હોય અને ફેરા ફરે એટલે તરત જ ત્યાંથી જ બારોબાર કપાવે ! આમ લાગણીઓ અને સંબધોમાં ઓટ આવતી જાય છે. આતિથ્ય સત્કાર અને મહેમાનગતિની ભાવના તો કયાંની કયાંય ઉડી ગઈ છે.
પ્રાચિનકાળમાં મામા, ફૂઈ અને કાકાના દીકરા-દીકરીને સગા ભાઈ-બહેનથી સ્હેજ પણ ઓછા સમજવામાં ન આવતા. એટલું જ નહીં મામા, ફૂઈ, માસી અને કાકાના દીકરા-દીકરીના વેવાઇ, સાસુ-સસરા અને અન્ય સંબંધીઓને પણ એટલું જ તવજૂજ અપાતું. પાંડવો ગાંધારીને પણ માતા કહેતા અને કુંતી જેટલું જ માન અને દરજ્જો આપતા. આજે પિતરાઈ ભાઈ-બહેન સાથે નજીકના સંબંધો જળવાઈ રહ્યા છે. પરતુ પિતરાઈ ભાઈ-બહેનના સગા સબંધીઓ સાથે ખાસ સંબંધો હોતા નથી. એ સમય એવો હતો કે દૂર દૂરના સંબંધીઓને પણ નજીકના ગણીને લોકો તેમની સાથે નજીકના વહેવાર રાખતા, આજે એ બધું ઘટતું જાય છે.
આજે લોકોને મા-બાપ માટે પણ સમય નથી. સારા સારા ઘરના મા-બાપો વાૃધ્ધાશ્રમોમાં રહે છે. આજે પૈસાદાર સ્ત્રીને પોતાના કૂતરા માટે સમય છે પણ પોતાના બાળક માટે સમય નથી. આવી સુધરેલી સ્ત્રીઓ પાળેલા કૂતરાને ટટ્ટી કરાવવા રોજ સાંજે રોડ પર ફરવા લઈ જાય છે પણ તેમનું બાળક આયા પાસે રડતું હોય છે ! આજે વહુઓ નોકરી કરે છે અને સાસુ ઘરના કામ કરે છે !
કેટલાક લોકો કહે છે કે કળિયુગનો અંત નજીક આવી ગયો છે અને હવે કલ્કિ ભગવાન ટૂંક સમયમાં અવતાર લેવાના છે ! તો કેટલાક કહે છે કે હજુ તો કળિયુગ ભાખોડિયા ભેર છે. હજુ તો માનવીઓ ૭૦-૮૦-૯૦ કે ૧૦૦ વરસ જીવતા જોવા મળે છે. કળિયુગ ચરમસીમા પર પહોંચશે ત્યારે તો માનવીનું આયુષ્ય ૨૦-૨૫ વર્ષનું થઈ જવાનું છે !
કેટલાક કહે છે કે કળિયુગ ૪ લાખ ૩૨ હજાર વર્ષ જેટલો લાંબો હોય છે. હજુ તો કળિયુગને પાંચ હજાર એકસો વર્ષ જ થયા છે. તેથી હજુ તો ઘણું ઘણું જોવાનું બાકી છે. તો કોઈ વળી કહે છે કે આ જ કળિયુગની ચરમસીમા છે. કારણકે પળીએ પાણી વહેંચાવા માંડયા છે. વર્ણવ્યવસ્થા પડી ભાંગી છે અને વર્ણસંકરતાએ ચોતરફથી સમાજનો ભરડો લીધો છે. બાર વર્ષની કન્યા બાળકને જન્મ આપે તેવા બનાવો તો બની રહ્યા છે. સારાયે જગતમાં માંસ મદિરાનું ચલણ ભયાનક રીતે વધી ગયું છે. સમાજમાં વ્યાભિચાર વધી ગયો છે. સ્ત્રીઓમાં પતિવ્રતાઓની સંખ્યા ઝડપથી ઘટતી જાય છે. ચોતરફ લોભ, લાલચ અને હિંસા તથા ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. આનાથી વધારે કળિયુગ કેવો હોય ?
આજે દેશમાં ચાર પ્રકારના લોકોનું જ મુખ્ય પ્રભુત્વ દેખાય છે. સિને કલાકારો, ક્રિકેટરો, બાવા સાધુઓ અને નેતાઓના વેશમાં ગુંડાઓ સમગ્ર દેશ પર છવાઈ ગયા છે. આટલા લોકો જ દેશને ચલાવે છે તેમ લાગે છે. વેદ અને વેદ વ્યાસના આદર્શો ભુલાઈ ગયા છે. આજે નાચગાન અને કુદકાઓ મારવામાં કુશળ હોવું એ જ ટેલેન્ટની વ્યાખ્યા બની ગઈ છે.
કેટલાક ઉર્દુ શાયરોએ માનવીય મોહને ખુદાઈ પ્રેમનો દરજજો આપતા ગીતો ગુંજતા કરીને આર્યાવર્તમાં વ્યભિચારનો પ્રસાર કર્યો હતો. રેડિયો પર ગુંજતા આવા ફિલ્મી ગીતોની બાકી હતી તે કસર ટીવીએ પુરી કરી. બુગી વુગી જેવા કાર્યક્રમોએ જાણે કે નાચગાન જ ભારતીય પ્રજાનો આદર્શ હોય તેવી રજૂઆતો કરી. ઔરંગઝેબ સંગીત વિરોધી છે. દુનિયા તાલિબાનોની ટીકા કરે છે પણ ફિલ્મી સંગીતે ભારતની આર્ય પ્રજાના સંસ્કારોને જે નુકસાન કર્યુ છે તે જોતાં લાગે છે કે તાલિબાનો સાવ ખોટા તો નથી જ.
ટી.વી.માં સારા કાર્યક્રમો પણ આવે છે તે કબુલ પણ ટી.વી.માં પ્રસારિત થતાં ગંદા કાર્યક્રમોનું પણ આકર્ષણ ખાળવું. બાળકો તેમજ મોટેરાઓ માટે પણ ઘણું જ અઘરૂ છે તેથી ટી.વી. ઘરમાં ન હોય તે જ વધુ સારું છે. યોગીઓ પણ પોતાના મન પર કાબૂ રાખી શકતા નથી તો આપણી જેવા સામાન્ય લોકો ટીવીમાં પ્રસારિત થતાં એવા કાર્યક્રમોના પ્રલોભનોથી કેવી રીતે બચી શકવાના ? આજે પણ કેટલાક મા-બાપો પોતાના બાળકો દસમા કે બારમા ધોરણમાં હોય તે વર્ષમાં ટીવી બંધ રાખે છે. ભારત અને દુનિયામાં કળિયુગનો ફેલાવો કરવામાં ટી.વી.નો બહુ જ મોટો ફાળો છે.
આજે કોઈને કોઈ ઉપર ભરોસો નથી. કળિયુગને હજુ કેટલા વર્ષ બાકી છે તેની શાસ્ત્રીય ચર્ચામાં ન પડીએ તો પણ કળિયુગ કેટલા ટકા આવ્યો અને હજુ કેટલા ટકા બાકી છે તે જાણી શકાય તેવી એક સરળ યુક્તિ આજે અહીં બતાવું છું.
આજે લોકો પોતાના વાકય પ્રયોગોમાં એકસો દસ ટકા, દોઢસો ટકા જેવા શબ્દો વાપરે છે. ટકા કદી સોથી વધારે હોય જ નહીં. પરંતુ હવે કોઈ વચન આપતી વખતે સો ટકા એમ બોલે તો કોઈને વિશ્વાસ આવતો નથી. તેથી પોતાની વાતને વજન આપવા અને પોતાની વાતમાં ભરોસો દેવડાવવા માટે લોકો એકસો દસ ટકા કે દોઢસો ટકા જેવા શબ્દો પણ વાપરે છે. જેમ કે ‘મને પૈસા ઉછીના આપ. હું તને એક મહિનામાં સો ટકા પરત કરી દઈશ.’ આમ બોલવાને બદલે આજે કેટલાક લોકો એવું બોલતા હોય છે કે ‘મને પૈસા ઉછીના આપ, હું તને એક મહિનામાં એકસો દસ ટકા તને પરત કરી દઈશ !’
આ વાકય બતાવે છે કે લોકોના પરસ્પરના વિશ્વાસમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થયો છે અથવા તો એમ કહી શકાય કે કળિયુગ ૧૦ ટકા જેટલો વધ્યો છે. લોકો ધીમે ધીમે વિશ્વાસ અપાવવા માટે સવાસો ટકા, દોઢસો ટકા, પોણીબસ્સો ટકા જેવા શબ્દપ્રયોગો કરતા જશે જેના પરથી કળિયુગ કેટલા ટકા વધ્યો તેની ખબર પડી જશે. જયારે લોકો બસો ટકા એવા શબ્દો વાપરે ત્યારે સમજવું કે કળિયુગ હવે ૧૦૦ ટકા જેટલો વધી ગયો છે ! જયારે આવું થશે ત્યારે કળિયુગ ચરમસીમા પર હશે અને લોકોની આયુ. ૨૦ વર્ષની થઈ ગઈ હશે.
મધ્યકાલિન યુગમાં લોકોનું આયુષ્ય ઓછું હતું. લોકો સાઠ પાંસઠે માંડ પહોંચતાં. આજે તબીબી ક્ષેત્રે સંશોધનો થતાં લોકોનો આયુષ્યદર વધ્યો છે અને લોકો સીતેર એંસીએ પહોંચતા થયા છે. પરંતુ મને લાગે છે કે ફરી એક વખત આયુષ્ય ઘટવાનો સમય આવી ગયો છે. આજે મધુપ્રમેહ, ડાયાબીટીસ અને હ્ય્દયરોગ માણસને મારી નાખે છે. આપણે સવારના પહોરમાં જે માણસને હસતો રમતો અને હટ્ટો કટ્ટો જોયો હોય છે તેના વિષે બપોરે એવા સમાચાર મળે છે કે તેઓ ગુજરી ગયા ! આજે હ્ય્દયરોગના હુમલાથી માણસો ફટાકડો ફુટે તેમ ફુટી જાય છે અને ઘડીકમાં હતો ન હતો થઈ જાય છે ! પહેલાના જમાનામાં ગામમાં એક માણસ મરી જતો તો આસપાસના પાંચ ગામમાં હાહાકાર થઈ જતો. આજે માણસ મરે તેની કોઈને અસર થતી નથી. એકબાજુ સ્મશાનમાં મડદુ બળતું હોય અને બીજી બાજુ લોકો બેઠા બેઠા ગાંઠીયા ખાતા હોય છે ! આજે મરણની પણ મર્યાદા નથી રહી કે નથી રહી માૃત્યુની કોઈ કિમત ! આજે માણસનું મરવું સોડાબોટલીના ફુટવા જેવું સસ્તુ બની ગયું છે ! સવાર પડય્ે રોજ છાપામાં મોટા મોટા અકસ્માતોના અને એક સાથે અનેક માણસો મરી ગયાના સમાચાર ચમકે છે. આવા સામાચારો સાંભળીને માણસો હવે માૃત્યુના ડરથી મુકત બની ગયા છે.
આપણા બધા જ શાસ્ત્રોએ અને શાસ્ત્રકારોએ જીવનભર આપણા મનમાંથી માૃત્યુનો ડર કાઢવા માટે જ પ્રયત્ન કર્યો છે. માૃત્યુનો ડર મનમાંથી નીકળી જાય તેને મહાન આધ્યાત્મિક ઉપલબ્ધી સમજવામાં આવતી હતી. આજે દરેક માણસ જાણે કે યોગી બની ગયો છે. આજે કોઈના મનમાં માૃત્યુનો ડર નથી !
મને લાગે છે કે આજની સમાજ રચના ધીમે ધીમે મનુષ્યોને આધ્યાત્મિક ઉન્નતિના ઉંચામાં ઉચા પદ સુધી લઈ જશે. આજની પરિસ્થિતિઓ અંતે એક એવા મોડ પર જગતના માનવીને લઈ જશે કે જ્યાં નહીં હોય માૃત્યુનો ડર અને નહીં હોય ભૌતિક સુખ છીનવાઈ જવાનો ભય ! કારણ કે માનવી ભૌતિક સુખોથી ધરાઈ ચૂકયો હશે, સંપૂર્ણ પણે ઉબાઈ ચૂકયો હશે. આવો માનવી ધર્મ તરફ વળશે, સત્ય તરફ ફરી ડગલા માંડશે અને પરિણામે કળિયુગ પછી ફરી એક વખત સત્યયુગના મંડાણ થશે. ખરા પરિવર્તન આ જ રીતે થતું હોય છે ને ? ફરી એક વખત વેદમંત્રો ગૂંજશે, સારંગના ભાભરવાથી દિશાઓ ભરાઈ જશે અને યજ્ઞોના ધૂમાડાઓથી
આકાશ છવાઈ જશે.
No comments:
Post a Comment